ટમટમ

1044461_140362519501532_1420083505_n

 

ટમટમ

 

સામગ્રી:

• 1 ઝૂડી લીલા ધાણા

• 5 લીલાં મરચાં

• 50 ગ્રામ નાળિયેરનું ખમણ

• 25 ગ્રામ લીલું લસણ

• 2 ટેબલસ્પૂન તલ

• 1 ટેબલસ્પૂન ખસખસ

• 1 ટેબલસ્પૂન ગરમ મસાલો

• 1 લીંબુ – મોટું

• ચણાનો લોટ (મસાલામાં સમાય તેટલો)

• મીઠું, હળદર, ખાંડ, સોડા, તેલ, રાઈ, હિંગ

• ઉપર દેખાવ માટે –

• 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ

• 2 ટેબલસ્પૂન તલ (શેકેલા)

• 1 ટીસ્પૂન ખસખસ (શેકેલી)

 

રીત:

• લીલા ધાણાને બારીક સમારી,ધોઈ થાળીમાં કાઢવા.

• તેમાં લીલાં મરચાંના બારીક કટકા,નાળિયેરનું ખમણ,વાટેલું લીલું લસણ,શેકેલા તલ,શેકેલી ખસખસ,ગરમ મસાલો,લીંબુનો રસ,ખાંડ,મીઠું,હળદર, થોડોક સોડા અને તેલનું મોણ નાંખી,તેમાં સમાય તેટલો ચણાનો લોટ નાંખી,મધ્યમસરની કણક બાંધવી.

• એક મોટા તપેલામાં પાણી ભરી,તેના ઉપર છડો બાંધી,તાપ ઉપર મૂકવું.

• પાણી ઉકળે એટલે તેના ઉપર તૈયાર કરેલી કણકમાંથી નાનાં વડાં બનાવી,ગોઠવી દેવાં,ઉપર ઢાંકણ ઢાંકવું.

• વડાં બરાબર બફાઈ જાય એટલે ઉતારી ઠંડાં પાડવાં.

• એક વાસણમાં તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી,વડાં વઘારવાં.

• બદામી રંગનાં થાય એટલે ઉતારી,થોડા લીલા ધાણા, કોપરાનું ખમણ,ખસખસ અને તલ ભભરાવવાં,ઉપર થોડી લાલ મરચાંની ભૂકી છાંટવી.

• વડાંને વઘારવાને બદલે તેલમાં તળી શકાય.

 

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી