જો તમે કલાકાર બનવાનું વિચારો છો ! તો આ અચૂક વાંચો…

 

OLYMPUS DIGITAL CAMERAમોરલીનું મધુર વાદન, તબલાના તાલ, શાસ્ત્રીય કે પ્રાદેશિક નૃત્યો, કવિતા કે લેખકના મોહક શબ્દો…..આ બધું કલાકારોનું ક્ષેત્ર છે.

કલાકારો એટલે સરસ્વતી દેવીના માનીતા સંતાનો. તેઓ અન્ય કરતા જુદું અને વધુ જુએ છે, સાંભળે છે, વિચારે છે અને કલ્પી શકે છે….

જેને પરિણામે તેમની જીભ પર, હાથ પર સરસ્વતી નૃત્ય કરે છે.

કલાકાર સૌના દિલ જીતી લે છે. ખૂબ જ પ્રસિદ્ધિ મેળવે છે.

કલાકાર કલા સર્જન વખતે જાતનેય ભૂલી જાય છે.

તેથી કલામાં માણસો કલાકો સુધી ખોવાય જાય છે. સૌને સમાધિ જેવો આનંદ મળે છે.

કલાકાર લાગણીઓને અને સ્વયંને કલા દ્વારા વ્યક્ત કરે છે. કલાની ભાષા સૌને સમજાય છે.

કલાકાર પોતાની અમુક અમર કૃતિઓ દ્વારા અમર થઇ જાય છે. કલાકાર કલ્પનાના સિંહાસન પર બેસી આખા બ્રહ્માંડની સફર કરી લે છે.

ચિત્રકાર, કવિ, લેખક, સંગીતકાર, નૃત્યકાર, એક્ટર…..જેવા કલાના અનેક ક્ષેત્રો છે.

આમ તો ભગવાન કલા બધાને આપતા નથી. અમુક ચોક્કસ પસંદગી પામેલા માણસો જ ઉચ્ચ કલાકારો સિદ્ધ થાય છે.

છતાં ધોરણ ૧૦ અને ૧૨ પછી અનેક શાળા – યુનિવર્સિટીમાં કલાના અનેક કોર્સ ચાલે છે. રસ અને ક્ષમતા ધરાવતા લોકો તે દ્વારા નાના-મોટા કલાકાર બની શકે છે.

કલાની કિંમત પણ અમુક માણસો જ સમજી શકે છે. દુનિયાના અનેક મોટા કલાકારો એવા છે કે જેનું નામ અને કલા હજુ ઘણા ઓછાને સમજાય છે.

કલાકારને ખૂબ જ દિલથી અને મહેનતથી સરસ્વતીની આરાધના કરવી પડે છે. નવું સર્જન એ કંઈ ખાવાના ખેલ નથી. કોઈ એક કલા સિદ્ધ કરવા માટે આખી જિંદગીય ઓછી પડે છે.

સૌજન્ય : ટહુકાર

ટીપ્પણી