જે “ચા ” ના રસિયા છે એમના માટે સ્પેસીઅલ નવી સ્ટાઈલ માં ચા તે છે “ચોકલેટ ટી “

1017548_141070259430758_1148128173_n

હેલ્લો મિત્રો ગૂડ મોર્નિંગ ,

જે “ચા ” ના રસિયા છે એમના માટે સ્પેસીઅલ નવી સ્ટાઈલ માં ચા તે છે “ચોકલેટ ટી ”

જે લોકો એ ઉટી , કોડાઈ કેનાલ અને મસુરી ની વિઝીટ લીધી હશે એ લોકો એ તો પીધી જ હશે ચોકલેટ ટી .

પણ આને તમે એજ સ્વાદ માં ઘેર પણ બનાવી શકો છો . ઇઝી અને ફાટા ફટ બને એવી વસ્તુ છે આ . ઠંડી અને ચોમાસાની ઋતુમાં આને પીવાની મજા જ કઈક જુદી છે .

સામગ્રી :-

દૂધ 1 કપ,

સુગર અડધી સ્પૂન,

ચા અડધી ચમચી,

ઈલાયચીના 2 દાના (આછા ટેસ્ટ માટે),

ડેરી મિલ્ક ચોકલેટ 1 (નાની સાઈઝ ),

ચોકલેટ સોસ 1 સ્પૂન (દરેક સુપર માર્કેટમાં આસાનીથી મળે છે),

રીત :-

દૂધ માં ચા ,સુગર ,ઈલાયચી મિક્ષ કરી ને બરોબર ઉકાળો .

પછી ઉકળે એટલે ડેરી મીલ્ક ઉમેરો એ ઓગળે એટલે એક

ટી મગ મા ટી કાઢી ને એમા ચોકલેટ સોસ ઉમેરો .

અને પછી તમે એને ગરમ ગરમ પીઓ નવા જ ટેસ્ટ માં ડીલીસીઅસ ચોકલેટ ટી .

રસોઈની રાની :- રૂપલ સથવારા (મેલબોર્ન ,ઓસ્ટ્રેલિયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી