જીવનમાં દરેક કામ ક્રમબદ્ધ રીતે કરવું જોઈએ!

Gujarati Jokes 291જેંતી લગ્ન માટે એક યુવતીને જોવા ગયો….

યુવતી સાથે વાત કરવા જેંતીએ પ્રથમ સવાલ પૂછ્યો :

‘તમને રસોઈ બનાવતાં આવડે છે ?’

યુવતીએ પ્રશ્નનો જવાબ આપવાને બદલે કહ્યું :

‘આપણે દરેક સમસ્યાના ઉકેલ માટે ક્રમબદ્ધ ચાલવું જોઈએ.રસોઈ બનાવવાનો સવાલ પ્રથમ નથી.’

જેંતીએ મુંઝાતા પ્રશ્ન પૂછ્યો :

‘તો પછી પહેલો સવાલ કયો ગણવો ?’

યુવતીએ પૂછ્યું.-

‘શું તમે રસોઈ માટેનો સામાન ખરીદવા માટે કાંઈ કમાઈ શકો છો ?’

ટીપ્પણી