જાણો ગ્રીન હાઉસ ટેકનોલોજી વિષે…!!

Strawberry_greenhouseમાનવજીવનની શરૃઆતથી, જીવન માટે ખેતી એ ખૂબ અગત્યનું સાધન છે. આદિકાળથી માનવ સમાજ ખેતી કરતો આવ્યો છે. અને કાળાંતરે, ખેતપેદાશ મેળવવાની પદ્ધતિમાં ફેરફાર થતા રહ્યાં છે.

માનવસમાજ કેવળ કુદરતી રીતે મળતા પાણી કે જમીન ઉપર આધાર ન રાખતા તેમાં ઘણી નવી નવી રીતોથી પાણી મેળવે છે કે પાણીનો ઉપયોગ કરે છે. વિગેરે વિગેરે ઉપાયો યોજે છે. છેલ્લે ‘ગ્રીન હાઉસ’નો ખ્યાલ અમલમાં આવ્યો છે.

મહાત્મા ગાંધીજી કહેતા કે, ધર્ભહજૈજાીહબઅ ૈજ ારી પૈોીિર્ ક ચહ ચજજ.ધ એટલે કે ચીલાચાલુપણુ તે ગર્દભનું લક્ષણ છે. ખેતીમાં પણ નવા નવા સંશોધનો થાય છે. ‘ડ્રીપ ઇરીગેશન’ એ ખેતી માટે એક નવું જ સોપાન છે તેવી રીતે હમણાં ‘ગ્રીનહાઉસ’ની ટેકનોલોજીકલ શોધ થઈ છે. ગમે તે ૠતુમાં ઇચ્છિત પાક લેવા માટે ‘બનાવટી ૠતુ’ પેદા કરવી તે ‘ગ્રીનહાઉસ’નું કામ છે.

ગ્રીન હાઉસની કલ્પના

આધુનિક ખેતીના એક નવીનતમ અભિગમ તરીકે ગમે તેવી આબોહવા હોય, તો પણ ઇચ્છિત પાક મેળવવા માટે હવે ગ્રીન હાઉસનો એક નવો જ નુસ્ખો માનવસમાજને મળી ગયો છે.

‘ગ્રીન હાઉસ’ એ એક વાતાવરણને નિયંત્રિત કરીને ખેતી કરવાની આ આધુનિક પદ્ધતિ છે. પદ્ધતિમાં હવા, તાપમાન, પાણી, પાણીમાંનો ભેજ, છોડવાંઓને પોષક તત્ત્વો, પ્રકાશ વિગેરે નિયંત્રિત કરીને, ઇચ્છિત પાકને અનુકૂળ માત્રામાં જરૃરી તત્ત્વો આપીને ખેતી કરવાની એક નવીન પદ્ધતિ અપનાવવામાં આવે છે.

ગ્રીન હાઉસની રચના

ગ્રીન હાઉસ જાત જાતના નિયંત્રણો તથા સ્પેરપાર્ટસ અને ઉપકરણોથી બનાવેલું હોય છે. તે એક જાતના મશીનોનો સેટ છે, જેનાથી પ્રકાશ, પાણી, જંતુનાશકો વિગેરે જરૃરી માત્રામાં આપી શકાય છે, ઉપરાંત છોડવાઓને તથા પાકને જરૃરી રક્ષણ મળી રહે છે.

 

નવીનીકરણ (ર્સ્ગીહૈિજર્ચૌહ) તે આજના યુગનું લક્ષણ છે. દરરોજ કંઈક ને કંઈક નવું બનતું જ રહ્યું છે.

શ્રી અરવંિદના તત્ત્વજ્ઞાન મુજબ માનવ સમાજને ચારે બાજુ ત્રૂટિઓ દેખાવા માંડી છે બધે જ ઉલટસુલટ થઈ રહ્યું છે જે બતાવે છે કે નવીન દૈવી તત્ત્વ અવતરિત થવા માંગે છે જેનું પુરોગામી સ્વરૂપ હાલનો અસંતોષ, અસમતુલા વિ. છે. આ ગડમથલમાંથી નવી ટેકનોલોજીનો ઉદ્‌ભવ થયો છે.

 

માનવીએ સમજ પ્રાપ્ત કર્યા પછી સૌ પ્રથમ જે ઉદ્યમ કર્યો તે ખેતી વિષયક હતો. ખેતી કરીને જે પેદાશ ઉપજી તે બધાનો જ્યારે ઉપભોગ ન થઈ શક્યો તેમાંથી વાણિજ્યનો (્‌ચિગીર્ િ ર્બસસીબીિ) નો ઉદ્‌ભવ થયો જેથી ખેતી એ માનવનો મૂળ આધાર છે.

 

હાલ સુધી ખેતી આબોહવા એટલે કે કુદરત આધારિત હતી. હવે માનવ સમાજને એખ નવી ટેકનોલોજી- યુક્તિ સુઝી છે, જેથી કુદરત પર આધાર ન રાખતા વૈજ્ઞાનિક પદ્ધતિથી કુદરતના જ પરિબળોનો ઉપયોગ કરીને, જે તે ઇચ્છિત પાક માટે ગમે ત્યારે અને ગમે ત્યાં સાનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરી શકાય છે અને જોઈતો પાક લઈ શકાય છે.

 

ખેતીમાં આઘુનિકતાનો નવો અભિગમ :

ઉપર જણાવ્યું તેમ હાલ ખેતી કુદરત પર આધારિત છે પરંતુ ખેતી કમમાં હવે એક ‘ગ્રીન હાઉસ’નો નવો કોન્સેપ્ટ અમલમાં આવ્યો છે. જેથી કુદરત ઉપર આધાર રાખ્યા વગર ‘ગ્રીન હાઉસ’ દ્વારા પાકને અનુકૂળ વાતાવરણ પેદા કરીને ઇચ્છિત પાક, વૈજ્ઞાનિક પદ્ધતિથી લઈ શકાય છે.

ખેતી માટે જે પરિબળ જરૂરી છે, જેવાં કે, (૧) જમીન, (૨) પાણી, (૩) ખાતર, (૪) વાતાવરણ, (૫) ભેજ, (૬) જંતુનાશકો વિગેરેનો યોગ્ય ઉપયોગ કરીને વિજ્ઞાનની સહાયથી ઇચ્છિત પાક ગમ તે ૠતુમાં લઈ શકાય છે.

ગ્રીન હાઉસ માટે જુદા જુદા પ્રકારના માપ દંડ છે. તે વિષે રજુઆત કરવામાં આવેલી. જુદી જુદી ટાઈપના ગ્રીન હાઉસ જે (૧) આકારના આધારે (૨) ઊપયોગીતના આધારે (૩) બાંધકામમાં વપરાયેલ વસ્તુના આધારે તથા (૪) ઢાંકણ તરીકે વપરાતી સામગ્રીના આધારે જુદી જુદી ભાતના ગ્રીન હાઉસની માહિતી રજુ કરેલી.

માનનીય ટ્રીબ્યુનલના ત્રણેય માનનીય સદસ્યોએ સર્વાનુમતે એવો ચુકાદો આપ્યો છે કે ‘ગ્રીન હાઉસ’ તે ખેતી માટેની આધુનિક ટેકનોલોજી છે ને ગમે તે ક્ષેત્રમાં ગમે તે પ્રકારની જમીનમાં અને ગમે તે ઋતુમાં ઇચ્છિત વસ્તુઓ ઉગાડી શકાય છે. ચુકાદાના પેરેગ્રાફ ૩૩માં માનનીય ટ્રીબ્યુનલે નોંધ્યું છે કે ‘ગ્રીન હાઉસ’ તે એક યંત્રનો પૂરો સમૂહ છે. જેનાથી પાક તથા છોડવાઓને જરૃરી રક્ષણ મળે છે. જે પ્રકાશ, પાણી, જંતુનાશકો વિગેરેને યોગ્ય પ્રમાણમાં વાપરીને મળી શકે છે.

માનનીય ટ્રીબ્યુનલના ચૂકાદા મુજબ ‘ગ્રીન હાઉસ’ ખેતી વિષયક મશીનરી કહેવાય અને તેના વેચાણ ઉપર ૪ ટકા વેરો લાગે. (હાલના દર તરીકે ૧ ટકો એડીશનલ ટેક્સ વધારાનો લાગે.)

 

ઉદાહરણ :

મહુવા તાલુકાના ઉત્સાહી ખેડૂતે નવીનતમ ટેક્નોલોજી નેટ હાઉસમાં શાકભાજીની ખેતી દ્વારા સર્જ્યો ચમત્કાર મહુવા તાલુકાના ખેડૂતો ખેડૂતો ખેતીની સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ મોટા પાયે સંકળાયેલા છે. ગામે ગામ દૂધની મંડળીઓ દ્વારા મહિને કરોડો રૂપિયાના દૂધનું તો ઉત્પાદન કરે છે, પરંતુ અહીં ઉત્સાહી ખેડૂતોને ઉત્સાહી ખેડૂતોને કંઇક નવું શીખવાની કે પ્રયોગ કરવાની ધગશ ધરાવે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના અંધાત્રી ગામના ખેડૂત ચંદુભાઇ પરશોત્તમભાઈ પટેલે ખેતીક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીના માધ્યમથી ખેતી કરીને બે એકર જમીનમાં માર્ચ-૨૦૧૨ સુધીમાં ૪૫૦૦ મણ ટામેટાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. મૂળ કચ્છી માંડુ પણ વર્ષોથી મહુવામાં સ્થાયી થઈ ખેતી કરવાની શરૂઆત કરી હતી. કંઈક ઉત્સાહી એવા ૫૧ વર્ષીય ચંદુભાઈ કહે છે કે, અમે પહેલા શેરડી, ભાત જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતી. શેરડી જેવા પાકોમાં આવક તો સારી થાય પણ ઉત્પાદન માટે એક વર્ષ રાહ જોવી પડે અને વળી મજુરોની અછત? પહેલા ઘર પૂરતા જ ટામેટાનું વાવેતર કરતા હતી. એક દિવસ વાડી પર મારો મિત્ર આવ્યો અને ચર્ચા કરતા તેમણે કહ્યું કે ટામેટાની ખેતી કરી શકાય છે. પછી તો બાગાયત કચેરીનો સંપર્ક સાધતા અધિકારીઓએ ટામેટાની ખેતી કરવા માટે નેટ હાઉસ બનાવીને ખેતી કરી શકાય તો સારુ ઉત્પાદન મેળવી શકાય તે અંગેની સંપૂર્ણ જાણકારી આપી. બસ પછી તો ભાવતું હતું ને વૈધે કહ્યું કહેવત અનુસાર બધી જ વિગતો મેળવીને ટામેટાની ખેતી નેટ હાઉસ દ્વારા કરવાનો નિર્ધાર કર્યો. શરૂઆતમાં બે એકરમાં ત્રણ ભાઈઓએ મળીને ૩૦ લાખના ખર્ચે નેટ હાઉસ બનાવ્યું. સરકાર દ્વારા ૫૦ ટકાની સબસીડી પણ મંજુર થઈ. સપ્ટેમ્બર-૨૦૧૧માં રેડ ગોલ્ડ જાતના ટામેટાની રોપણી શરૂઆત કરી. શરૂઆતમાં છોડનો વિકાસ એટલો સારો હતો કે અઢી મહિનામાં ટમેટાનું ઉત્પાદન મળવાનું શરૂ થયું. હાલમાં માચેઁના અંત સુધીમાં ૪૦૦૦ મણ ટામેટાનું ઉત્પાદન મળ્યું છે. તેઓના અંદાજ મુજબ જુલાઈ સુધીમાં ૧૦ હજાર મણ એટલે ૭ થી ૮ લાખના ટમેટાનું માતબર ઉત્પાદન મળવાની ધારણા છે. ચંદુભાઇના ખેતરમાં સાતથી આઠ ફુટની લંબાઇ ધરાવતા ટામેટાના છોડ ઝુમી રહ્યા છે. નેટહાઉસમાં રોજના ૧૫ જેટલી બહેનો રોજગારી મેળવી પેટીયું રળે છે. ૧૪૦ R પ્રતિમણ ટામેટાં વેચાય છે વેચાણ વ્યવસ્થા વિશે ચંદુભાઈ પટેલે કહ્યું કે, કરચેલીયા, મહુવા, વ્યારા, અનાવલ ખાતેના વેપારીઓ સામે ચાલીને ટામેટા લઇ જાય છે. નેટ હાઉસના ટમેટાની સારી ગુણવત્તાને લીધે બજાર ભાવ કરતા ૨૫ ટકા વધારે ભાવ મળે છે. શિયાળાની શરૂઆતમાં ભાવો મણદીઠ R ૭૦થી ૮૦ મળ્યા. જ્યારે હાલમાં ૧૨૦ થી ૧૪૦ જેટલા મળે છે. આદિવાસી વિસ્તારમાં ગ્રીન હાઉસ છે સુરત જિલ્લાના નાયબ બાગાયત નિયામક બી.આર.પટેલ કહે છે કે, જિલ્લામાં બાગાયતી પાકોનું વાવેતર દિનપ્રતિદિન વધી રહ્યું છે. હાલમાં જિલ્લામાં ૨૦૦થી વધુ ગ્રીન હાઉસ તથા ૫૦ નેટ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, બાયો કન્ટ્રોલ લેબ કાર્યરત છે. આદિજાતિ વસતિ ધરાવતા માંડવી અને ઉમરપાડા તાલુકામાં ૩૦ જેટલા ગ્રીન હાઉસ કાર્યરત છે. આ ઉપરાત ભીડાના વાવેતરમાં ઉત્તરોત્તર વધારો થયો છે. સારો નફો જોઇ અન્ય ખેડૂતો બાગાયતી પાકો તરફ વળી રહ્યા હોવાનું પટેલે કહ્યું હતું. ડ્રિપ ઇરિગેશન પદ્ધતિ પણ ઘણી ઉપયોગી ડ્રીપ ઈરીગેશન પદ્ધતિનું મહત્વ જણાવતા ચંદુભાઇએ કહ્યું કે, પાણી પણ ઓછું વપરાય અને ખાતર પણ સરળતાથી આપી શકાય. નેટ હાઉસને પરિણામે ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને ચુસીયા મચ્છરો જેવા રોગો સામે રક્ષણ પણ મળે છે. ખુલ્લામાં વાતાવરણમાં ટામેટાના છોડ છ થી સાત મહિના સુધી ઉત્પાદન આપે છે પરંતું નેટ હાઉસના કારણે ૧૦ મહિના કરતા વધારે સમય સુધી ઉત્પાદન તેમજ ૩ થી ૪ ગણું ઉત્પાદન મળે છે. મધમાખીઓ ધરાવતી પેટી પણ મુકવામાં આવી જેના કારણે પરાગરજની ક્રિયા પણ સરળતાથી થતી રહે છે. નવી ટેક્નોલોજીથી સારું ઉત્પાદન ચંદુભાઈ પટેલ ખેડૂતોને પ્રેરણા આપતા કહે છે કે, નવી ટેક્નોલોજીને અપનાવીને ચાલશું તો ખેતીમાં પણ આગળ વધતા રહીશું. ખેડૂતો નાના પાયા પર પણ શરૂઆત કરી શકે છે. શરૂઆત કરશો તો અંત સુખદ આવશે.

 

ટીપ્પણી