જાણો અને માણો એકદમ નવી જ વાનગી, “દહીં બોન્ડા”

1011891_136359313235186_850975676_n

 

જાણો અને માણો એકદમ નવી જ વાનગી, “દહીં બોન્ડા”

સામગ્રી:

 

બાફેલા ચણા-1 કપ

બાફેલા બટેકા-3/4 કપ

ઝીણી સમારેલી ડુંગળી-1/2 કપ

ગરમ મસાલો-1 ટી સ્પૂન

મીઠું

લાલ મરચું-2-3 ટી સ્પૂન

દળેલી ખાંડ (જેટલું દહીં મીઠું કરવું હોય તેટલું )

બ્રેડ ક્રસ (કઠણ મસાલો,બોલ બને તેટલો)

લીંબુનો રસ-1 ટે સ્પૂન

વરીયાળી-2 ટી સ્પૂન

રાય-1 ટી સ્પૂન

જીરું-1 ટી સ્પૂન

હિંગ-1/2 ટી સ્પૂન

તલ-2 ટી સ્પૂન

તેલ

તપકીરનો લોટ

દહીં

 

રીત:

બફેલ ચણાનો છુંદો અને બટેકાના છુંદામાં બ્રેડક્રસ નાખી માવાને મિક્ષ કરો,તેમાં બધા મસાલા મિક્ષ કરો,પછી તેલ મૂકી રાય, જીરું, હિંગનો વઘાર કરી ડુંગળી સાંતળો,તલ અને વરીયાળી પણ નાખો,ત્યારબાદ ચણા અને બટેકાવાળો મસાલો મિક્ષ કરો,હવે બોન્ડા નો મસાલો તૈયાર છે તેને જેવો આકાર આપવો હોય તેવો આપી તપકીર ના લોટ માં રગદોળી તળી લેવા,દહીંમાં મરચું,મીઠું,દળેલી ખાંડ નાખી તૈયાર કરી સર્વ કરવું

ટીપ્પણી