ચાલો માણો ઠંડુ ઠંડુ ફ્રુટ જયુસ ‘ સ્પ્રિંગ બ્રીઝ ‘

1017591_10151494111131088_1510696192_nચાલો માણો ઠંડુ ઠંડુ ફ્રુટ જયુસ

‘ સ્પ્રિંગ બ્રીઝ ‘

સામગ્રી :-

• 1 નંગ પાઈનેપલ

• 8/10 સ્ટ્રોબેરી

• લીંબુ જયુસ

• 2 ચમચી ખાંડ

• 1 નંગ આદુ

• મીઠું સ્વાદ અનુસાર

• 10/15 ફુદીના ના પાન

• તમારા મનપસંદફ્રુટ નાના નાના ટુકડા

• બરફ

રીત :-

પાઈનેપલ અને સ્ટ્રોબેરી નો અલગ અલગ જયુસ મિક્ષ્ચર માં કાઢી ને અલગ રાખવો. ફુદીના ના પાન લઇ તેમાં પાણી થોડું ઉમેરી ને લીંબુ , આદુ, ખાંડ , મીઠું ઉમેરી ને મિક્ષ્ચર માં જયુસ કરવો. હવે આ ફુદીના નોજયુસ પાઈનેપલ અને સ્ટ્રોબેરી માં થોડો થોડો ઉમેરો. ત્યાર બાદ એક ગ્લાસ માં પેલા ફુદીના નો જયુસ રેડો. ધીરેથી પાઈનેપલ અને પછી સ્ટ્રોબેરી નો જયુસ રેડો. પછી ઉપર ફ્રુટ ના નાના ટુકડા મુકવા. બરફ નાખી ને સર્વ કરવુ.

રસોઈ ની રાની :- કવિતા શેઠ ( એડીસઅબાબા, ઇથોપીયા )

ટીપ્પણી