ચાલો માણીએ એક નવીજ વાનગી, “ચીઝી પાલક કોફતા કરી”

999360_10201874283885592_232668877_n

 

ચાલો માણીએ એક નવીજ વાનગી, “ચીઝી પાલક કોફતા કરી”

સામગ્રી કોફતા માટે :

પનીર , છીણેલું – 1 /4 કપ

ચીઝ , છીણેલું – 1 /4 કપ

પાલક , સમારેલી – 3 ટે .સ્પૂન

બ્રેડ કૃમ્બ્સ જરૂર મુજબ

કોર્ન ફ્લોર – 1 /2 ટી .સ્પૂન

મરી પાવડર – 1 /4 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

અમચુર પાવડર – 1 /2 ટી .સ્પૂન

બેકિંગ સોડા – ચપટી

લાલ મરચું પાવડર – 1/ 4 ટી .સ્પૂન

આદુ ની પેસ્ટ – 1 /2 ટી .સ્પૂન

જીરું પાવડર – 1 /4 ટી .સ્પૂન

કોથમીર – 1 ટે .સ્પૂન

ઓઈલ – તળવા માટે

 

સામગ્રી કરી માટે :

ઓઈલ – 1 ટે .સ્પૂન + 2 ટે .સ્પૂન

ડુંગળી , સમારેલી – 2 મીડીયમ સાઈઝ

ટમેટો , સમારેલા – 4 મોટા

લસણ – 6 – 8 કડી

આદુ – અડધો ઇંચ

કાજુ – 8 – 12 નંગ

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાવડર – 1 ટે .સ્પૂન

ગરમ મસાલા – 2 ટી .સ્પૂન

કસુરી મેથી – 1 ટી .સ્પૂન

 

 

રીત કોફતા માટે :

બધી સામગ્રી એક બોવ્લ માં મિક્ષ કરી બોલ વાડી લો . બ્રેડ કૃમ્બ્સ માં રગદોળી તળી લો .

 

રીત કરી માટે :

એક પેન લઇ 1 ટે .સ્પૂન ઓઈલ ગરમ કરો . તેમાં ડુંગળી , ,લસણ , આદુ સાતડો 2 મિનીટ માટે . પછી ટમેટો , કાજુ મિક્ષ કરી 2 મિનીટ સાતડો . મિશ્રણ ને ઠંડુ થવા ડો . પછી મીક્ષી બોવ્લ માં કૃશ કરી પેસ્ટ બનાવી લો .

એક પેન લઇ 2 ટે .સ્પૂન ઓઈલ ગરમ કરો અને બનાવેલી પેસ્ટ અડદ કરો . 3 થી 4 મીની સાતડો . લાલ મરચું , મીઠું , ગરમ મસાલા , કસુરી મેથી નાખી મિક્ષ કરો . 2 મીની માટે કૂક કરો .

સેર્વિંગ બોવ્લ લઇ કરી લો તેમી ચીઝ પલક કોફતા મુકો . છીણેલી ચીઝ થી ગર્નીશ કરો .

પરાઠા સાથે ગરમ પીરસો .

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી