ચાલો ચાલો દોડો દોડો આવી જાવ કાલા જાંબુ તૈયાર છે………. કાલા જાંબુ

946865_139240496280401_1217918243_n

 

ચાલો ચાલો દોડો દોડો આવી જાવ કાલા જાંબુ તૈયાર છે……….

કાલા જાંબુ

 

સામગ્રી:

માવો- 3/4 કપ

પનીર- 1/2 કપ

મેંદો- 3 1/2 ટે સ્પૂન

કોર્નફલોર- 3 1/2 ટે સ્પૂન

ખાંડ- 1 1/2 કપ

દૂધ- 1 ટે સ્પૂન

એલચી પાઉડર- 1/4 ટી સ્પૂન

 

રીત:

• માવાને મસળી પનીર મિક્ષ કરો,તેમાં મેંદો, કોર્નફલોર મિક્ષ કરી નરમ ન થાય ત્યાં સુધી મસળો.

• 25 સરખા ભાગ કરો અને એક એક કરીને હથેળીમાં લઇ બોલ વાળો(જાંબુ જેવો આકાર પણ આપી શકાય) તિરાડ ન રહી તેનું ધ્યાન રાખવું.

• ખાંડ અને 1 1/4 કપ પાણી લઈ પાણી ને ઉકાળો, હલાવો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય,તેમાં દૂધ નાખો મેલ તારી આવે એટલે તેને ચમચા વડે લઈ દુર કરો.

• એલચી પાઉડર નાખો.

• ગોલ્ડન કલરની ચાસણી જેવું લાગે ત્યાં સુધી કરો.

• હવે કડાઈમાં ઘી લો,ધીમે ધીમે બધા બોલ કથ્થાઈ કલરના તળી લો.

• તળી સીધા ચાસણીમાં નાખો.

• પીરસવાના 15 min પેલા ચાસણીમાંથી કાઢી નીતારી લેવા.

• કોપરાના ખમણમાં રગદોળી પણ શકાય.

• કાલા જાંબુ ઠંડા કે ગરમ જે યોગ્ય લાગે તેમ પીરસી શકાય.

 

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી