ઘઉં ના ફાડા નો ઉપમા

1005075_142647529273031_303391486_nઘઉં ના ફાડા નો ઉપમા

 

સામગ્રી:

1/2 કપ ઘઉં ના ફાડા

2 tsp તેલ

1/4 tsp રાઈ

2 tsp ઝીણું સમારેલું લીલું મરચું

1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી

1/2 tsp ઝીણું સમારેલું આદુ

1/4 કપ લીલા વટાણા

1/4 કપ સમારેલું ગાજર

મીઠું જરૂર મુજબ

ગાર્નીશ કરવા માટે લીલા ધાણા સમારેલા

 

રીત:

1. ઘઉં ના ફાડા ને સાફ કરી ચોખા પાણી વડે ધોઈ લો 2 કપ ગરમ પાણી માં ઘઉં ના ફાડા ને 3 4 થી મિનીટ સુધી થવા દો , હવે તેમાંથી પાણી નીતારી લો અને એક બાજુ એ રાખી દો

2. એક પ્રેસર કુકર માં તેલ મૂકી તેમાં રાઈ ના દાણા નાખો .

3. રાઈ ના દાણા જયારે થઇ જાય એટલે તેમાં લીલા મરચા નાખી ધીમી આંચ કરી દો

4. હવે તેમાં ડુંગળી આદુ નાખી સરખી રીતે મિક્સ કરી તેને 1 થી 2 મિનીટ પકાવો

5. હવે લીલા વટાણા અને ગાજર ઉમેરો સારી રીતે મિક્સ કરી ને 1 થી 2 મિનીટ ધીમી આંચ પર પાકવા દો

6. તેમાં અધકચરા બાફેલા ઘઉં ના ફાળા ઉમેરો , મીઠું અને 1¼ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો તેમજ કુકર ને ઢાંકી તેની 2 વીસલ વાગવા દેવી

7. હવે કુકર ની વરાળ નીકરી જાય એટલે ઢાંકણ ને દુર કરો

8. ગરમ ગરમ આ ડીશ ને લીલા ધાણા થી ગાર્નીશ કરી સર્વ કરો

નોંધ : આ ઉપમા ડુંગળી વિના બનાવી સકાય છે

ટીપ્પણી