ગાડી બે કલાક મોડી પડી

જેંતીલાલ પોતાના પુત્ર માટે એક રમકડાની રેલગાડી ખરીદી લાવ્યો.

રમકડું આપ્યા પછી થોડીવાર પછી જ્યારે તે પુત્રના રૂમમાં ગયો તો તે રેલગાડી સાથે રમી રહ્યો હતો,

અને બોલી રહ્યો હતો –

જે બેવકૂફને ઉતરવું હોય તે ઉતરી જાય,

જે બેવકૂફને ચઢવુ હોય તે ચઢી જાય, રેલગાડી બે મિનિટથી વધારે નહી રોકાય.

બાળકનાં મોઢામાંથી આવી વિચિત્ર ભાષા સાંભળીને જેંતીલાલ નો પારો સાતમા આસમાને પહોંચી ગયો.

તેણે બાળકનાં કાન નીચે બે તમાચા માર્યા અને આગળથી આવી ભાષા ન બોલવાની ચેતાવણી આપી.

પછી કહ્યું –

હું બજાર જઉ છુ, બે કલાકમાં પાછો આવીશ, ત્યાં સુધી તું ફક્ત અભ્યાસ કર સમજ્યો.

બે કલાક પછી જ્યારે જેંતીલાલ  પરત આવ્યો તો તેણે જોયુ કે તેનો પુત્ર વાંચી રહ્યો હતો.

તેનું દિલ પીગળી ગયુ અને તેણે ફરી બાળકને રેલગાડી રમવાની મંજૂરી આપી.

તેણે જોયુ કે તેનો બાળક હવે બોલી રહ્યો હતો –

જે બેવકૂફને ઉતરવુ હોય તે ઉતરી જાય,

જે બેવકૂફને ચઢવુ હોય તે ચઢી જાય.

ગાડી પહેલા જ એક બેવકૂફને કારણે બે કલાક મોડી પડી છે.

 

ટીપ્પણી