ખોટું બોલવા તમે જ મજબુર કર્યો !

Gujarati Jokes 438હું સ્કુલેથી મોડો આવ્યો…

મમ્મી, તમે પૂછ્યું કેમ મોડું થયું?

મેં સાચો જવાબ આપ્યો, “સ્કુલેથી છૂટીને અમે ફ્રેન્ડસ રમતા હતા.”(મને ખોટું બોલતા ના આવડ્યું)

તે વખત મમ્મી તું મને વઢી, મને રખડું પણ કહ્યો… ચાલો વાંધો નહિ.

બીજા દિવસે પણ મારે મોડું થયુ ને મેં કહ્યું કે,

“સ્કુલમાં ડાન્સ કૉમ્પિટીશનની તૈયારી કરવાની હતી, સ્કુલ માંજ હતો.” (ખોટું બોલવા તમે જ મજબુર કર્યો)

ને તે કહ્યું, “બેટા,થાકી ગયો હોઈશ? ચાલ, હાથ મો ધોઈ લે. હું તારા માટે નાસ્તો તૈયાર કરું છું.” – મને ખૂબજ ગમ્યું.

મારે ખોટું બોલવું ન હતું પણ ગઈ કાલે થયેલા અનુભવ પછી…

બીજા દિવસે તમને ખબર પડી કે મેં કૉમ્પિટીશનમાં ભાગ લીધો જ નહોતો, ત્યારે રાતાં-પીળા થઈને મારા પર વરસ્યાં હતા….

મને પૂછતાં હતા કે આવું ખોટું બોલતા કોને શીખવાડ્યું???

પણ મમ્મી, સાચો જવાબ કેવી રીતે આપું? જો કહીશ કે તમે જ શીખવાડ્યું તો પાછું વઢશો અથવા મારશો…

કહોને, આવું વઢવાનું ક્યારે બંધ કરશો? 

મમ્મી-પપ્પા! મારા વિચારો જાણીને જો તમને દુ:ખ થતું હોય તો…સોરી!

પણ મને વઢો છો કેમ? એવું કહેવાય છે કે હસવું, રમવું, મસ્તી કરવી એ તો અમારી પ્રકૃતિ છે.

અમારે તો બસ આટલું જ જોઈએ! તમે બધાને કહેતા ફરો છો કે મારો છોકરો ‘તોફાની’ છે, તે કોઈનું સાંભળતો જ નથી,

પણ મમ્મી, હું તેવો નથી! જયારે અમારી સાથે રમવાનું, હસવાનું કે મોજ-મસ્તી કરવાનું નથી ત્યારેજ અમે બાળકો તોફાન કરીએ છીએ.

‘તોફાન’ દ્વારા અમે બાળકો તમારું વાલીઓનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરીએ છીએ કે તમે તમારી ફરજ ચુકી રહ્યા છો….

અમને થોડી ખબર કે તમે અમારી તરફ ધ્યાન આપવાને બદલે તમે વઢશો!

ચાલો ને, મમ્મી-પપ્પા અમાલાં જેવા બની જાઓને…!

હસોને… રમોને…ખુશ રહોને… અને હા, અમને વઢો છો કેમ?

આ વઢવાનું ક્યાલે બન કલશો??? બોલો…બોલો…!

સૌજન્ય : નીલેશભાઈ સાધલિયા 

ટીપ્પણી