કોકાકોલાના CEO બ્રાયન ડાયસનની ટૂંકી છતાં શ્રેષ્ઠ સ્પીચ !

Gujarati Jokes 294૩૦ સેકંડ ની સ્પીચ – બ્રાયન ડાયસન

કલ્પના કરો કે જીવન એક રમત છે જેમાં આપણે ૫ દડા સાથે રમવાનું હોય છે.

તે છે કામ, પરિવાર, તંદુરસ્તી, મિત્રો, શ્રધ્ધા…… આ પાંચેય ની સાથે આપણે રમીએ છીએ.

તમને એ ધ્યાન માં આવશે કે કામ એ રબર નો દડો છે. તેને છોડશો કે તે પાછો આવશે.

જયારે પરિવાર, તંદુરસ્તી, મિત્રો, શ્રધ્ધા – આ કાચના દડા જેવા છે.

આમાંથી તમે કોઈ ને પણ છોડશો તો તે તૂટતા જરા વાર નહિ લાગે.

તેથી આ ચારનું મહત્વ આપણે સમજવું પડશે.

ઓફિસે  નિષ્ઠાપૂર્વક કામ કરી લો અને સમય પર ઘરે જાવ અને બીજા ચારેય દડા ને પણ સમય આપો.

“Value has a value only if its value is valued”

 

ટીપ્પણી