કેરી, આદું, લસણનું અથાણું

garlic-pickle-250x250સામગ્રી

આદું – ૨૫૦ ગ્રામ
લસણની કળી – ૨૫૦ ગ્રામ
કેરીની છીણ – ૨૫૦ ગ્રામ
રાઇના કુરિયા – ૨૫ ગ્રામ
મેથીના કુરિયા – ૨૫ ગ્રામ
મરચું – ૫૦ ગ્રામ,
મીઠું – સ્વાદ પ્રમાણે
તેલ – ૫૦૦ ગ્રામ

રીત

આદુંને ધોઇ નાના ટુકડા કરવા. લસણની મોટી કળી આખી જ રાખવી. કેરીની છીણને મીઠું હળદર નાખી નીતારી લેવું. ત્યારબાદ ૧ ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવું તેમાં ચપટી હિંગ નાખી ગરમ કરવું. ત્યારબાદ તે તેલ રાઇ, મેથીના કુરિયામાં નાખી હલાવવું. આદું, લસણ, કેરીની છીણ, મસાલામાં મિક્સ કરી હલાવવું. તેલને ગરમ કરી ઠંડું કરવું અને પછી આદું-લસણમાં નાખી બોટલમાં ભરી લેવું.

Courtesy: Nimesh Tailor