કબ્રસ્તાનમાં જેંતી !

Gujarati Jokes 265

જેંતી મોડી રાતે ઘરે જતાં શોર્ટકટ લેવા માટે કબ્રસ્તાન બાજુથી ગયો.

એવામાં કંઈક અવાજ સાંભળતા જેંતી ડરી ગયો…..

ધ્યાનથી જોતા જણાયું કે એક વૃદ્ધ માણસ કબરના પથ્થર પર છીણીથી કંઈક કોતરતો હતો.

જેંતી એ નિરાંતનો શ્વાસ લેતા એને કહ્યું,

તમે તો મને ડરાવી જ દીધો!

પણ અડધી રાતે તમે અહીં આ શુ કરો છો?

પેલા વૃદ્ધે જવાબ આપ્યો,

આ મૂર્ખોએ કબર પર મારા નામનો સ્પેલીંગ ખોટો લખ્યો છે તે સુધારું છું !!  😳  😳

ટીપ્પણી