એક સાથે ડિલિવર

એક દિવસ બોસે પોતાના કર્મચારીઓને પૂછ્યું, “આજે તમારા બધાની વાઈફની એક સાથે ડીલીવરી થઈ છે?

અને હા, મિસ શીલા, તમે અનમેરિડ હોવા છતાં તમારી પણ વાઈફ છે, જેને ડીલીવરી આવી હોય ?

કર્મચારીઓ કહે, “બોસ, કેમ આજે આવું પૂછો છો?”

એટલે બોસે મોડા આવનારાઓએ આપેલા કારણોનું લીસ્ટ બતાવ્યું,

જેમાં પહેલાએ કારણ બતાવ્યું હતું, “આજે મારી વાઈફની ડીલીવરી હતી.”

અન્ય કર્મચારીઓએ જોયા વગર જ ઉતાવળમાં એ કારણની નીચે =DO=, =DO= એવું લખી નાંખ્યું હતું.