ઇથોપિયા નામના દેશમાં રહેતા આપણા એક ગુજરાતી મિત્ર “કવિતા શેઠ” આપણા સૌ માટે કઈક અલગ અને નવું જ લાવ્યા છે…!

967694_10151495431156088_17142534_n

 

ઇથોપિયા નામના દેશમાં રહેતા આપણા એક ગુજરાતી મિત્ર “કવિતા શેઠ” આપણા સૌ માટે કઈક અલગ અને નવું જ લાવ્યા છે…!

જુવો ને જાણો ઇથોપિયા નું રાષટ્રીય ખોરાક :

 

‘ઇનજીરાવત ‘

ઇથોપિયા આફ્રીકા ખંડ ના પૂર્વ ખૂણા મા આવેલુ એક વિશાળ દેશ છે. એવુ કહેવાય છે કે અનેકો હજાર વર્ષ પેલા ઇથોપિયા અને ભારત બને જોડાયેલા હતા. અને બને દેશો ના લોકો નો પેરવેશ તથા ખાન પાન ઘણા સામ્ય છે. ઇથોપિયા ની સાંસકૃતિક તથા રાષટ્રીય વાનગી ને ઇનજીરાવત કહેવાય છે. ઇનજીરા એટલે આપણા ભારતીય ઢોસા સમાન છે.

ઇનજીરા તેફ નામ ના બાજરા જેવા અનાજ માંથી બને છે. તેની બનવાની પદ્ધતી પણ ઘણું કરી ને ઢોસા જેવી જ છે. વત એટલે અલગ અલગ પકાર ના શાક તથા દાળ જેમાં બટેટા,ગાજર,ફણસી ના શાક તથા વટાણા ની દાળ,મસુર ની દાળ,મસુર નો સમાવેશ થાય છે. આ વાનગી અત્યંત સ્વદિસ્ટ, તીખી અને ચટપટી છે. આ વાનગી વેજ અને નોનવૈજ પણ બને છે. ઇથોપિયા ની પરંપરા એ છે કે પુરો પરીવાર સાથે બેસી ને એક જ થાળ માં ભોજન નો આનંદમાણે છે.

રસોઈ ની રાની :- કવિતા શેઠ (એડીસઅબાબા, ઇથોપીયા)

ગમ્યું હોય તો કવિતાબેનનો કોમેન્ટમાં અચૂક આભાર માનજો….!!

ટીપ્પણી