આ અમારો બચૂડો અંગ્રેજી ભણવા જાય !

Gujarati Jokes 408કહે કદી એ હાય… Hi.., કદી કહે ગુડબાય.. Bye

કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય ?


પોએટ્રી તો પટ પટ બોલે, દાદી નો દેસી ક્હાન !

સ્વાન કહે તું હંસને, દાદી સમજે શ્વાન

દ્હાડે દ્હાડે ત્રીજી પેઢી દૂર જતી દેખાય

કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય ?


મેઘધનુષી ગુર્જરભાષા કેટલા એના રંગ ?

દાદીમાની કહેવત સુણી દુનિયા આખી દંગ

પણ અંગ્રેજીથી રંગી દીધું તેં તો આખું સ્કાય…

કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય ?


તુ અંગ્રેજી બોલે ત્યારે દાદાજી પણ ઝૂલે …

કેમ કરી ચાલે રે બચૂડા ગુજરાતી જો ભૂલે !!

ભલે હોઠે English હૈયે ગુજરાતી સચવાય…

કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય ?

સૌજન્ય : મેહુલભાઈ રાવલ

ટીપ્પણી