આપણા ટીચર આમ જ સિલેબસ પુરો કરાવતા ને ?

મિત્રો,

આપણે ભણતા ત્યારે આપણા ટીચર આમ જ સિલેબસ પુરો કરાવતા ને?

યુનીટ-૧

આ યુનિટમાં વિષયની રૂપરેખા અને વિષય વિસ્તૃતિકરણ સમજણ આપેલી છે,

આ ના ભણીએ તો પણ ચાલે. આતો અમારી સમજ માટે જ છે !


યુનીટ-૨

આ વિષયના બધા જ સરળ ટોપિક આ યુનિટમાં છે એટલે આ યુનીટ તો તમારે તમારી જાતે જ કરી લેવાનો રહેશે.


યુનીટ-૩

આ આખો યુનીટ મેં મારા છેલ્લા ક્લાસ માં ભણાવેલ છે. યાદ છે ને બધાને?

(હોશિયાર વિદ્યાર્થી આ સાંભળી એકબીજા સામે જોશે જયારે લાસ્ટ બેન્ચર્સ બધા એકી સાથે કહેશે, “હા સર! આ યાદ જ હોય ને!!)


યુનીટ-૪

આખો યુનીટ ટેક્ષ્ટબૂક માં બેઠે બેઠો આપેલ છે. તેથી આ યુનીટને તમારે બધાએ તેમાંથી જ કરવાનો રહેશે.


યુનીટ-૫

અરે આ યુનીટ તો યુનિવર્સીટીએ ખાસ વિદ્યાર્થીની સ્કીલ વધે તે માટે પ્રેઝેન્ટેશન માટે જ તૈયાર કરેલ છે.

આ યુનીટના બધા જ ટોપિકને રોલ નંબર વાઈઝ વહેચી ને દરરોજ પ્રેઝેન્ટેશન આપવાનું રહેશે.


મિત્રો આ બધા સિવાય તમને કઈ વધારે અનુભવ થયો હોય તો કોમેન્ટ્સ માં ખાસ લખજો..  😎  😛

 

ટીપ્પણી