આજે જ બપોરે બનાવો રાજસ્થાની દાલ બાટી

1001457_136705296533921_392328863_nઆજે જ બપોરે બનાવો રાજસ્થાની દાલ બાટી

 

સામગ્રી :

 

1/3 કપ ચણા દાળ

1/3 કપ તુવેર દાળ

1/3 કપ મગ દાળ

1 ટે સ્પૂન અડદ દાળ

1 ટે સ્પૂન આખા મગ

3 ટી સ્પૂન લાલ મરચું

1/4 ટી સ્પૂન હળદર

1 ટી સ્પૂન ધાણાજીરૂ

1/2 ટી સ્પૂન ગરમ મસાલો

3 લવિંગ

2 તજ

1 ટી સ્પૂન

2 લીલા મરચાની ચીરી

ચપટી હિંગ

2 ટી સ્પૂન આમચૂર પાઉડર

2 ટી સ્પૂન આમલીનો પલ્પ

3 ટે સ્પૂન ઘી

મીઠું

10 બાટી માટે:

1 કપ ઘઉંનો લોટ

1/2 કપ રવો

2 ટે સ્પૂન ચણાનો લોટ

8 ટે સ્પૂન દુઘ

4 ટે સ્પૂન હુંફાળું ઘી

મીઠું

 

રીત:

 

દાલ માટે:

બધી દાલ ધોઈ,4 કપ પાણી માં પલાળો,દાળ બાફવા કુકરમાં 2-3 સીટી કરો

એક બાઉલમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું,ગરમમસાલાને 3 ટે સ્પૂન માં ઓગાળો

પેનમાં ઘી ગરમ કરો,તજ લવિંગ,જીરું,લીલા મરચાની ચીરી,હિંગ નાખો જયારે જીરું તતડે એટલે મસાલાની પેસ્ટ અને મીઠું નાખો

બાફેલી દાળ મિક્ષ કરો આમચૂર પાઉડર,આમલીનો પલ્પ નાખી 5-7 min સીજવા દયો

દાલ કેવી ઘટ્ટ છે તે પ્રમાણે પાણી નાખવું.

 

બાટી માટે:

બાટી માટેની બધી સામગ્રી મિક્ષ કરી લોટ બાંધી 5-7 min રાખી મુકો

10 લુવા ભાગ પાડો અને બધાને સરખી રીતે ગોળ આકાર આપી દેવો અને વચ્ચેથી સેડ અંગુઠાથી દબાવો

ઉકળતા પાણી ભરેલા મોટા વાસણમાં બધી બતી મુકો 15-20 min ફાસ્ટ ગેસમાં રાખો

પછી બાટી બહાર કાઢી લેવી,ગેસ પર તાંદુર મૂકી મીડયમ તાપે શેકો અથવા

બાટીને ઘી માં તળી પણ શકાય છે

બાટીને સર્વિંગ પ્લેટમાં બે કટકા કરી ગોઠવી ઘી રેડો અને સાથે દાલ પીરસો

દાલબાટીને કાકડીના શાક સાથે પણ પીરસાય છે.

 

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી