આજે ગુરૂવાર ઘણા લોકો રહેતા હોય છે તો તેમના માટે “ફરાળી પેટીસ”…

994800_644545915579637_1485889130_n

 

સામગ્રી:

બાફેલા બટેકા 500 ગ્રામ

શિંગોળાનો લોટ/આરાલોટ/તપકીરનો લોટ (થેપવા માટે ચિકાશ જાય તેટલો,રગદોળવા)

શીંગદાણાનો અધ્ધકચરો ભૂકો 1/2 કપ

લાલ મરચું (તીખાશ જોતી હોય તો)

કોપરાનું ખમણ-1 ટે સ્પૂન

મીઠું

દળેલી ખાંડ-3-4 ટી સ્પૂન

ગરમમસાલો-2-3 ટી સ્પૂન

લીલા મરચાની પેસ્ટ-2-3 ટી સ્પૂન

લીંબુનો રસ-2-3 ટી સ્પૂન

કાજુ

કિસમિસ

ઝીણી સમારેલી કોથમીર

તલ-1 ટે સ્પૂન

 

રીત :

સૌ પ્રથમ બટેકાને બાફી લો,તેનો છુંદો કરી ,તેના બે ભાગ પાડો .

એક ભાગ કવર કરવા અને બીજો ભાગ પુરણ બનાવા।

 

પુરણ બનવા માટે:

બટેકાના છુદામાં મીઠું,શીંગદાણાનો ભૂકો,ખાંડ,ગરમમસાલો,લાલ મરચું,લીલા મરચાની પેસ્ટ,કોથમીર,કોપરાનો ભૂકો,કાજુ,કિસમિસ બધું મિક્ષ કરી દેવુ અને નાના નાના ગોળ બોલ બનાવી લેવા

 

કવર બનાવા માટે

બટેકાના છુંદામાં શિંગોળાનો લોટ,તલ અને મીઠું મિક્ષ કરો

હવે કવરવાળા બટેકાનો માવો હાથમાં લઇ થેપી લેવો અને તેમાં પુરાણનો બોલ મુકી આખો બોલ કવર કરી લેવો

પછી તે પેટીસને શિંગોળાના લોટમાં રગદોળી ગુલાબી રંગની તળી લેવી

સોસ સાથે કે લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે

-બટેકાની બદલે શક્કરીયા,કેળા,સુરણ કઈ પણ લઇ શકાય છે

-બટેકાના માવાને હાથમાં થેપતી વખતે ચોટે તો હાથ માં પ્લાસ્ટીક બેગ કે ગ્લોવ્સ પહેરવા

-આમાં જે સ્વાદ જોતો હોય તે પ્રમાણે તે વસ્તુ ઓછી વધારે નાખી શકાય

 

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી